માં મેલડીધામ વાંઝણા

::::: શ્રી રાજ રાજેશ્વરી મેલડી માં નું પ્રાગટ્ય :::::
માં રાજ રાજેશ્વરી મેલડીમાં એટલે સાક્ષાત જગદંબા આદ્યશક્તિ નો અવતાર. મહિષાસુર એટલે અમરીયા દેતયને હણવા માટે નવદુર્ગા શક્તિથી પ્રગટ થયેલ માં મેલડીમાં અમરીયા દેતયને મારી, શક્તિએ ધર્મનું સ્થાપન કર્યુ. દેવો,ઋષિમુનીઓને અધર્મથી બચાવી પૃથ્વીને ધર્મ પ્રદાન કરી સૃષ્ટિની રક્ષા કરી તેથી શ્રી મેલડીમાં કળિયુગની દેવી કહેવામાં આવ્યા. દક્ષિણ ગુજરાતની નવસારી જીલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામની પાવન ભૂમિ પર પ.પૂ.વિજયબાપુની બાળપણની ભક્તિ જોઈ માં ભગવતીએ પ.પૂ.બાપુના ઉરમાં વાસ કીધો. પ.પૂ.બાપુના નિવાસ સ્થાને ડીસેમ્બર મહિનો ઈ.સ.૨૦૧૨માં સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના નકટીવાવ ધામથી માએ સવાવેતના નાગણી સ્વરૂપે પ.પૂ.વિજયબાપુને વાંઝણા ધામમાં સાક્ષાત દર્શન દીધા. બીજના દિવસે ત્રણ ચાંદલાવાળું શ્રીફળ પ.પૂ.બાપુના નિવાસે મળ્યું અને મેલડીમાતાએ કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં પ.પૂ.વિજયબાપુની મેલડી તરીકે પ્રગટ થઈશ. પછી માતાજીએ વરદાન દીધા જે કોઈ મારે પાળે આવશે તેને દુઃખ માંથી મુક્ત કરીશ. ત્યારપછી પ.પૂ.વિજયબાપુએ માતાજી પાસે વરદાનો માંગ્યા ભૂખ્યાને ભોજન,તરસ્યાને પાણી અને માં ની ભક્તિ સર્વત્ર થાય અને માતાજીએ કરુણા કરી વરદાનો દીધા. ત્યારબાદ માં ના આદેશ થકી પ.પૂ.વિજયબાપુ ગામે-ગામ, ઘરે-ઘર જઈ માં ભગવતી અને ભગવાન શિવ એટલે શિવશક્તિની ઉપાસનામાં જોડે છે અને ભક્તિ આપી સર્વેને સુખિયા કરે છે.